રાજકોટઃ રાજકોટ ખાતે અંદાજિત રૂ. ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા ન્યાયાલયના આધુનિક ભવનનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧લી માર્ચે ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન તેમજ મહાનુભાવોએ કોર્ટ બિલ્ડિંગના મોડેલનું નિરીક્ષણ કર્યું હતું. એ પછી મહાનુભાવોના હસ્તે બિલ્ડિંગનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત તેમજ તક્તિનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ એમ. આર. શાહે ન્યાય પ્રણાલિ પર લોકોનો વિશ્વાસ જળવાઇ રહે તે માટે ન્યાયતંત્રને મળેલ સત્તાનો સદુપયોગ કરી લોકોને સાચો ન્યાય મળી રહે તેવા ન્યાયતંત્રના અભિગમ ઉપર ભાર મૂક્યો હતો.