‘પાકિસ્તાનમાં અમારી બહુ બેટી કે ધર્મ સલામત નથી’

Wednesday 26th April 2017 07:21 EDT
 

રાજકોટઃ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ ૨૦૧૬ અન્વયે રિપોર્ટ તૈયાર કરવા જ્યારે રાજકોટમાં ટીમ મોકલાઈ હતી. આ એક્ટ હેઠળ બહારથી આવેલા લોકોને ભારતીય નાગરિકત્વ માટે સુધારાઓ લાગુ થઈ રહ્યા છે. આ સમિતિના સદસ્યો અને ચેરમેન સત્યપાલ સિંહની હાજરીમાં રાજકોટ અને આસપાસનાં વિસ્તારમાં વસવાટ કરતા વિદેશી લધુમતિ પરિવાર સાથે તાજેતરમાં બેઠક યોજાઈ ત્યારે પાકિસ્તાનમાંથી અહીં વસતા હિન્દુઓએ કહ્યું કે, અમારે અહીં જ રહેવું છે. પાકિસ્તાનમાં અમારી બહુ, બેટી કે ધર્મની સલામતી નથી એટલે અમે અહીં શરણ લીધું છે. અમે ક્યાંય જવા માગતા નથી. અહીં કાયમી વસવાટની પરવાનગી આપો. આ માગ લોકસભા અને રાજ્યસભાની જોઈન્ટ કમિટી સમક્ષ પાકિસ્તાનથી ત્રાસીને આવેલા હિન્દુ નાગરિકોએ કરી હતી.
તેમણે એવી પણ રજૂઆતો કરી હતી કે કાયમી વસવાટ માટે પરવાનગી આપવા ૬ વર્ષ જેવો લાંબો ગાળો નહીં, પણ ૩થી ૪ વર્ષના વસવાટ બાદ પરવાનગી મળી રહે તેવો સુધારો કરવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter