પોરબંદરઃ સાંદીપનિ વિદ્યાનિકેતન સંકુલમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અતિથિગૃહનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ૩૧મી જાન્યુઆરીએ લોકાર્પણ થયું હતું. રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ઉત્તમ શિક્ષણ, ઉત્તમ સંસ્કાર અને ઉત્તમ સ્વાસ્થય આમ ત્રણ વસ્તુનો ત્રિવેણી સંગમ રચાયો છે. શિક્ષણ અને સંસ્કાર તો અહીં છે જ પણ અતિથિ ભવનના એક આકર્ષણમાં આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ પણ યાત્રિકોને મળી રહેશે. અતિથિ ભવનના નિર્માણ માટે તાપડિયા પરિવારે રૂ. પાંચ કરોડ ઉપરાંત ઉદ્યોગપતિ તુષારભાઇ જાનીએ પણ આકર્ષક અનુદાન આપ્યું છે તે બદલ ભાઈશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં દાતાઓ તથા અતિ ટૂંકા ગાળામાં સુંદર અને આધુનિક પદ્વતિએ ભવનના નિર્માણનું કાર્ય પૂર્ણ કરનારા ડી. એચ. ગોયાણી સહિતનાનું રાજયપાલના હસ્તે સન્માન કરાયું હતું.