રાજકોટ: શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલા કોમેન્ટ્રેટર સાથે કથિત રીતે અણછાજતું વર્તન થયાની ફરિયાદ અંગે ઉઠેલા વિરોધ વંટોળ બાદ ૮મીએ ધારાસભ્ય અરવિંદ રૈયાણી એક ખાનગી ન્યૂઝ ચેનલના લાઈવ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે ચેનલના માધ્યમથી મહિલા તૃપ્તિબહેનની માફી માગતા કહ્યું કે, જાણતા-અજાણતા મહિલાની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું જાહેરમાં માફી માગી રહ્યો છું. હું નારી શક્તિનું સન્માન કરું છું.
બીજી તરફ એંકર તૃપ્તિબહેન શાહે જણાવ્યું કે, હું ધારાસભ્ય અરવિંદ રૈયાણીને ઓળખતી જ નથી. જોકે પોતાની સામે કોઈ જ ગેરવર્તણૂક કે અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ અરવિંદ રૈયાણીએ ન કર્યું હોવાનું તેમણે જણાવ્યું છે.