હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન પદે IIM-Aના પૂર્વ વિદ્યાર્થી શ્રીકાંત દાતાર

Wednesday 14th October 2020 06:39 EDT
 
 

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ IIM-A (આઈઆઈએમ-અમદાવાદ)ના પૂર્વ વિદ્યાર્થી પ્રો. શ્રીકાંત દાતાર પ્રતિષ્ઠિત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન તરીકે નિયુક્ત થયા છે. આ સન્માનનીય સ્થાન મેળવનાર તેઓ બીજા ભારતીય છે. દાતાર અઢી દસકાથી આ બિઝનેસ સ્કૂલમાં ફરજ બજાવી રહ્યા છે.
ઈન્ડો-અમેરિકન ઈકોનોમિસ્ટ તરીકે જાણીતા અને હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શ્રીકાંત દાતાર મૂળ ભારતીય છે. તેમણે ૧૯૭૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું.
આ પછી ૧૯૭૬-૭૮ દરમિયાન તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિસ્ટટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)-અમદાવાદમાંથી મેનેજમેન્ટ પ્રોગ્રામમાં પીજી ડિપ્લોમાની ડિગ્રી મેળવી હતી. પ્રો. દાતાર આઈઆઈએમ-અમદાવાદના બોર્ડ મેમ્બર પણ રહી ચૂક્યા છે, અને બે વર્ષ પહેલા ૨૦૧૮માં આઈઆઈએમ અમદાવાદના કોન્વોકેશન સેરેમનીમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતરમાં હાવર્ડ બિઝનેસ સ્કૂલના પ્રેસિડેન્ટે પ્રો. દાતારની બિઝનેસ સ્કૂલના નવા ડીન તરીકે નિમણૂંકની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે અમેરિકાની હાવર્ડ બિઝનેસ સ્કૂલની દુનિયાની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલ ગણાય છે ત્યારે ૧૧૨ વર્ષમાં સતત બીજી વખત ડીન જેવા ટોચના સ્થાને ભારતીય મૂળના પ્રોફેસરની નિમણૂક થઇ છે. અગાઉ પ્રો. નિતિન નિહારિઆ ડીન તરીકે કાર્યભાર સંભાળતા હતા અને હવે પ્રો. દાતાર જાન્યુઆરીથી ડીનનો ચાર્જ સંભાળશે. ૨૫ વર્ષથી બિઝનેસ સ્કુલમાં કાર્યરત પ્રોફેસર દાતાર બિઝનેસ સ્કુલના ૧૧મા ડીન બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter