સુરતઃ પાટીદાર અનામત આંદોલન અને પાસના કન્વીનર હાર્દિક પટેલ પરથી બનેલી ‘પાવર ઓફ પાટીદાર’નો સૌને આતુરતાથી ઇંતઝાર હતો, પણ સેન્સર બોર્ડે એક બે કટ સૂચવ્યા વગર આખી ફિલ્મને જ કટ કરી નાંખી છે અને રિલીઝ માટે યોગ્ય ગણાવી નથી.
આ અંગે ફિલ્મના પ્રોડયુસર દીપક સોનીએ જણાવ્યું છે કે ૨૨મી જુલાઈએ સેન્સર કમિટિએ ફિલ્મ જોઈ પછી મૌખિક રીતે જ જણાવી દેવાયું કે આ ફિલ્મ રિલીઝ થઇ શકે નહીં. પ્રોડયુસર દ્વારા ફિલ્મને કટ આપવાની રજૂઆત થઈ હતી, પરંતુ ફિલ્મને કટ સૂચવવામાં આવ્યા નહીં અને આખી ફિલ્મ જ દર્શાવાય તેમ નથી એવું કહ્યું.
એ પછી સેન્સર બોર્ડે નિર્માતાને જણાવ્યું કે, ફિલ્મમાં તમે રિઅલ કેરેક્ટરનું નામ ન લઇ શકો કે તેઓને બતાવી શકો નહીં. ઉપરાંત હાર્દિકનો કેસ ચાલે ત્યાં સુધી તો આ ફિલ્મ રિલીઝ કરવાની પરવાનગી ન જ મળે.