અમદાવાદઃ શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘રઇસ’નો પ્રોમો રિલીઝ થઈ ચૂક્યો છે ત્યારે તેની સામે ડોન લતિફના મોટા પુત્ર મુસ્તાક અહેમદ અબ્દુલ લતિફ શેખે સેશન્સ કોર્ટમાં રૂ. ૧૦૧ કરોડની બદનક્ષી કરી છે. દાવામાં લતિફના પુત્રએ આક્ષેપ કર્યો છે કે, ફિલ્મમાં મારા પિતાની છબી ખરડાય તેવા દૃશ્યો છે. લતિફના પુત્રએ દાવામાં એ રજૂઆત પણ કરી છે કે, લતિફ ક્યારેય દારૂના વ્યવસાય સાથે જોડાયેલા ન હતા, પણ ફિલ્મમાં તેમને હત્યારા, દારૂનો ધંધો કરતા અને વૈશ્યાવૃત્તિને પ્રોત્સાહન આપતા દર્શાવાયા છે. ફિલ્મ સર્જકોએ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે કોર્ટે શાહરુખ ખાન, ગૌરી ખાન સહિત ફિલ્મ સાથે સંકળાયેલા સાત લોકોને નોટિસ પાઠવી છે અને આ કેસની વધુ સુનાવણી ૧૧મી મેના રોજ નિયત કરી છે.