ગુજરાતના સુપ્રસિધ્ધ લેખક, શાયર અને સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણી શ્રી ચીનુભાઇ મોદી સાથે સાહિત્ય ગોષ્ઠિના એક કાર્યક્રમનું આયોજન શનિવાર તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ બપોરના ૨થી ૫ દરમિયાન સંગત સેન્ટર, સેન્ક્રોફ્ટ રોડ, હેરો HA3 7NS ખાતે કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે ડો. ચીનુ મોદીના વાર્તાલાપ અને સાહિત્ય સત્સંગ થશે. સ્થાનિક કવિઓના તરફથી પણ વિશિષ્ટ કૃતિઓ રજૂ થશે. તો આ કવિમિલન દ્વારા ચતુરંગી લાભ મળશે.
ડો. ચીનુ મોદી સાહિત્યના અનેક પાસાંના સફળ ને સરસ કર્તા છે. આધુનિક સાહિત્યના વિવિધ ક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર છે. ગુજરાતી સાહિત્યના ને પત્રકારત્વના પ્રાધ્યાપક તરીકે એમની મેઘા અને વિવેચનાએ અનેક સ્તરો સિદ્ધ કર્યા છે.
એમની ‘રે મઠ’ની પ્રવૃત્તિથી આધુનિક ગુજરાતી સાહિત્યનો પ્રવાહ બદલી નાખ્યો. ૧૯૬૩ પ્રગટ થયેલો એમનો ગઝલ સંગ્રહ ‘વાતાયન’, સાંપ્રત ગઝલ સાહિત્યના પ્રારંભ બિંદુ રૂપે ગણી શકાય. ‘આકંઠ સાબરમતી’ સંસ્થાના ઉપક્રમે એમણે ગુજરાતી સાહિત્યમાં એબર્સ્ડ નાટકોનો પડદો ખોલી દીધો.
આવા અનન્ય ઉત્સવમાં સીમિલિત થવા સૌ સંસ્કારજનોને ઈજન છે સંપર્કઃ કમલ રાવ 020 7749 4001.