ભારતમાં અત્યારે હિન્દુ કેલેન્ડર અનુસાર ભાદરવો મહિનો ચાલી રહ્યાો છે. શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધકાર્ય સાથે પિતૃતર્પણ થઇ રહ્યું છે. ઇન્ડોનેશિયામાં પણ દર વર્ષે પિતૃતર્પણની પરંપરા નિભાવવામાં આવે છે, પણ જરા અનોખી રીતે. દર વર્ષે ઓગસ્ટના અંતમાં આ વિધિ થાય છે. દક્ષિણ સુલાવેસીનાં તોર્જા કમ્યુનિટીનાં લોકો પૂર્વજોનું સન્માન કરવા માટે તેમના મમ્મીફાઇડ કરવામાં આવેલા મૃતદેહને કબરમાંથી બહાર કાઢે છે અને તેમને ફરીથી વસ્ત્રો પહેરાવીને પૂજનવિધી કરી તેમનું સન્માન કરે છે. તોર્જા કોમ્યુનિટીનાં લોકો જીવન અને મૃત્યુ વચ્ચેની કડીને અનંત માને છે, જેથી તેઓ આ વિધિને જીવનની સૌથી મોટી ઉજવણી માને છે.