લંડન પોશ એરિયામાં અને બકિંગહામ પેલેસની નજીક આવેલી મે ફેર ફાઈવસ્ટાર હોટેલની બહાર પાર્ક કરાયેલી સુપર કારના કાફલાના 3 મિલિયન પાઉન્ડનો દંડ ફટાકારાયો છે. આ કાર્સને દંડ એટલા માટે કરાયો છે કે તે સિંગલ યલો લાઈન પર પાર્ક કરાયેલી હતી. આ સુપરકાર્સ કાફલામાં વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ એટલે કે આંખના પલકારામાં 304 માઈલ પ્રતિ કલાકની ગતિ પકડતી અને મોંઘી કાર બ્રાન્ડ બ્લુ બુગાટી શિરોન (2.4 મિલિયન પાઉન્ડ), લેમ્બોર્ગિની મુર્શિએલાગો (150,000 પાઉન્ડ), બ્રાઈટ યલો ફેરારી F355 (180,000 પાઉન્ડ), લાલચટ્ટક રંગની ફેરારી F430 (100,000 પાઉન્ડ), બે બ્લુ ફેરારી (સંયુક્ત કિંમત 333,000 પાઉન્ડ)નો સમાવેશ થયો હતો. સ્વાભાવિક છે કે આટલી અત્યંત મોંઘી કારનો કાફલો ધરાવતી વ્યક્તિને પાર્કિંગ દંડની કશી પડી ન હોય. જોવાની વાત એ હતી કે આ કાર્સ પર જે પાર્કિંગ ફાઈનની સ્લિપ લગાવાઈ હતી તે લેવા માટે એક ખાસ વર્કર કામે લાગ્યો હતો. હાઈપરકાર બુગાટી શિરોનની વિશેષતા એ છે કે વિશ્વમાં માત્ર 300 કાર જ બનાવાઈ છે. આ કારનો કાફલો દુબઈના શેખના સગાંની માલિકીનો છે જેઓ દર વર્ષે મે ફેર હોટેલમાં રહેવા આવે છે અને પાર્કિંગ ફાઈનની કમાણી કરાવતા જાય છે. આ હોટેલના સામાન્ય-રેગ્યુલર રૂમમાં રાતવાસો કરવાનો ચાર્જ 450 પાઉન્ડ છે જ્યારે પેન્ટહાઉસ સ્યૂટમાં રહેવાનો ખર્ચ 3000 પાઉન્ડ દૈનિક છે.