આ તસવીર લંડનમાં આયોજિત ચેલ્સી ફ્લાવર શોની છે. અહીં વિવિધ ફૂલો દ્વારા અનેક કલાકૃતિઓ ઊભી કરવામાં આવી હતી જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે પણ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ક્વીને તેમના 70 વર્ષના શાસનકાળમાં 50થી વધુ વખત આ ફ્લાવર શોની મુલાકાત લીધેલી છે. મહામારી પછી પહેલી વખત યોજાએલા આ ફ્લાવર શોમાં ફ્લોરિસ્ટ સિમોન લાયસેટ્સ દ્વારા તૈયાર કરાયેલી એક કલાકૃતિનું નામ ધ ક્વીન્સ પ્લેટિનમ જ્યુબિલી રખાયું હતું. આ કલાકૃતિ વોરવિકશાયરના હાથબનાવટના ફ્લાવર પોટની મદદથી તૈયાર કરવામાં આવી હતી જે રાણી એલિઝાબેથના ચહેરા જેવી હતી. ક્વીનના ખાસ પસંદગીના ફૂલ લિલીથી તેની સજાવટ કરવામાં આવી છે. ક્વીનના તાજમાં પણ આ ફૂલનું પ્રતીક છે. આ દરમિયાન નૃત્યાંગનાઓ પણ તેમના માથા પર વિવિધ ફૂલોથી બનાવેલી ટોપી પહેરીને આવી હતી.