છત્તીસગઢના ડાકલિયા પરિવારે ૩૦ કરોડ રૂપિયા (આશરે ૩ મિલિયન પાઉન્ડ)ની જંગી સંપત્તિનું દાન કરીને દીક્ષા લઇ લીધી છે. આરામનું જીવન ત્યજીને પરિવાર સંયમના માર્ગે ચાલી નીકળ્યો છે. પરિવારના પાંચ સભ્યોએ ૨૭ જાન્યુઆરીએ એક સાથે દીક્ષા લીધી. પરિવારના એક સભ્ય સ્વાસ્થ્યલક્ષી કારણોસર આ દિવસે દીક્ષા લઇ શક્યા નહોતા, જે હવે પાંચમી ફેબ્રુઆરીએ દીક્ષા લેશે. પરિવારના મોભી મુમુક્ષુ ભૂપેન્દ્ર ડાકલિયાએ જણાવ્યું કે, અમારો પરિવાર ૨૦૧૧માં રાયપુરના કૈવલ્યધામ ખાતે ગયો હતો. ત્યારથી પરિવારના સૌથી નાના બાળક હર્ષિતના મનમાં દીક્ષાનો ભાવ જાગ્યો હતો. તે સમયે હર્ષિત માત્ર ૬ વર્ષનો હતો આજે તે ૧૬ વર્ષનો છે. અને અમે બધા સંયમના માર્ગે પ્રયાણ કરી રહ્યાા છીએ.