મેક્સિકો સિટીઃ 11 વર્ષીય સ્પેશિયલ ચાઇલ્ડ અધારા પેરેજ સેંશેઝને એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી મેળવીને ઇતિહાસ રચ્યો છે. અધારા 162 આઇક્યૂ અથવા તો બુદ્ધિઆંક ધરાવે છે, જે આલબર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટીફ્ન હોકિંગ કરતા પણ વધારે છે. અધારાએ માત્ર પાંચ વર્ષની વય તો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી લીધું હતું. એક વર્ષ બાદ ક્રમશઃ હાઇસ્કૂલ, સેકન્ડરી હાયર સેકન્ડરી અને ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી લીધી હતી. તે હાલમાં ‘નાસા’ સાથે કામ કરી રહી છે. નોંધનીય છે કે, સારુ આઇક્યૂ લેવલ સામાન્ય જીવનને સુધારવામાં મદદરૂપ થાય છે. સારા આઈક્યૂ સ્તરવાળી વ્યક્તિ તેમની મુશ્કેલીઓ અને પડકારોનો વધુ સારી રીતે સામનો કરવામાં સક્ષમ હોય છે. તમામ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં આઇક્યુ લેવલ ચેક કરવામાં આવે છે.