લંડનઃ કેડબરીએ સન 1902માં બનાવેલી ખાસ વેનિલા ચોક્લેટની હવે 121 વર્ષ બાદ હરાજી કરવામાં આવશે. આ ચોકલેટ બ્રિટનનાં તત્કાલિન મહારાજા એડવર્ડ-સપ્તમ્ અને ક્વીન એલેક્ઝેન્ડ્રાની તાજપોશીના અવસર પર બનાવવામાં આવી હતી. આમાંથી એક ચોકલેટ નવ વર્ષની મેરી એન બ્લેકમો૨ને વર્ષ 1902માં આપવામાં આવી હતી. આમ તો બાળકો હોય કે મોટેરા હાથમાં ચોકલેટ આવે કે તરત જ મોંમાં મૂકી દેતા હોય છે, પણ મેરીએ આ ચોકલેટને ખાઇ જવાનાં બદલે મૂકી રાખી હતી. અને આજે આ વાતને 121 વર્ષ થઇ ગયા છે. આજે આ વેનિલા ચોકલેટ તેમની પૌત્રી જીન થોમસન પાસેથી હેન્સર ઓક્શન હાઉસને મળી છે. ઓક્શન હાઉસનાં માર્ચન ફેયરલી કહે છે કે, સ્વાભાવિક છે કે આ ચોકલેટ હવે ખાવાલાયક તો રહી નથી પરંતુ ઇતિહાસમાં રસ ધરાવતા લોકો હરાજીમાં ચોક્કસપણે આવશે.