સ્પેનના બાર્સેલોનામાં સાગાર્ડા ફેમિલીયા નામના ચર્ચનું નિર્માણ છેલ્લાં 142 વર્ષથી ચાલે છે. આ પ્રોજેક્ટ 1882માં શરૂ થયો હતો, પરંતુ એક પછી એક અનેક અવરોધોના કારણે તેનું નિર્માણ અટકતું અટકતું આગળ ધપતું હતું. જોકે હવે તેનું કાર્ય વર્ષ 2026માં પૂર્ણ થવા ધારણા છે, જો બધું સમૂસુતરું પાર પડશે અને કોઇ નવા અવરોધ નહીં આવે તો... ચર્ચનો મુખ્ય ટાવર લગભગ 566 ફૂટ ઊંચો હશે. નિર્માણ પૂર્ણ થયે આ ચર્ચ વિશ્વનું સૌથી મોટું હશે. ચર્ચના નિર્માણકાર્ય પાછળ કુલ રૂ. 3300 કરોડ ખર્ચાશે.