16 હજાર વર્ષ પુરાણા માનવ ચહેરાનું પુનઃનિર્માણ

Monday 07th April 2025 10:14 EDT
 
 

બૈજિંગઃ દક્ષિણ ચીનના ગ્વાંગસી ઝુઆંગ સ્વાયત્ત પ્રદેશના વૈજ્ઞાનિકોએ થ્રી-ડી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 16 હજાર વર્ષ જૂના માનવ ચહેરાનું પુનર્નિર્માણ કર્યું છે. ‘જર્નલ ઓફ આર્કિયોલોજિકલ સાયન્સ’માં પ્રકાશિત અહેવાલો અનુસાર, નિષ્ણાતો માને છે કે આ અભ્યાસ દક્ષિણ ચીનમાં પ્રારંભિક માનવોના શારીરિક લક્ષણો અને ચહેરાના વિકાસના અભ્યાસ માટે મહત્વપૂર્ણ સાહિત્ય અને ટેકનિકલ પદ્ધતિઓ પ્રદાન કરી શકે છે. આ પ્રાચીન માનવની ખોપરીનો ફોસિલ ગ્વાંગસીના લોન્ગાન કાઉન્ટીના બોલાંગ ગામની યાહુઆઇ ગુફા સ્થળેથી મળ્યો હતો. આ સાઇટનું ઉત્ખનન 2015 થી 2018 દરમિયાન કરવામાં આવ્યું હતું.
ગ્વાંગસી ઇન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચરલ રેલિક્સ પ્રોટેક્શન એન્ડ આર્કિયોલોજીના સંશોધક ઝી ગ્વાંગમાઓએ જણાવ્યું હતું કે આ ફોસિલ દક્ષિણ ચીનમાં મળેલી એકમાત્ર સંપૂર્ણ માનવ ખોપરી છે. ગ્વાંગસી નોર્મલ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓના સંશોધકોએ આ ચહેરાનું પુનર્નિર્માણ કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter