વોશિંગ્ટનઃ ફરી એક વાર ટ્વિટર પર ડેટા લીકનો મામલો સામે આવ્યો છે. એક સિક્યોરિટી રિસર્ચરના રિપોર્ટ અનુસાર 20 કરોડથી વધારે ટ્વિટર યુઝર્સના ઈમેલ એડ્રેસ હેક કરી તેને ઓનલાઈન ફોરમ ૫૨ પોસ્ટ કરવામાં આવ્યા છે. ટ્વિટર યુઝર્સનાં નામ, એકાઉન્ટ હેન્ડલ્સ, તેમના કુલ ફોલોઅર્સ અને જે દિવસે એકાઉન્ટ બનાવાયું હોય તે દિવસની તારીખ આ બાબતો લીક થયેલા ડેટામાં છે.