વોશિંગ્ટન: રોમન સામ્રાજ્ય પોતાની સડકો અને મજબૂત ઇમારતો માટે દુનિયાભરમાં જાણીતું છે. તે સમયની ઇમારતો એન્જિનિયરિંગનો શ્રેષ્ઠ નમૂનો છે, જે આજે 2 હજાર વર્ષ બાદ પણ શાન સાથે ઊભી છે. આજે પણ તે દોરમાં નિર્મિત ટ્યૂબવેલમાંથી રોમ શહેરમાં પાણી પહોંચાડાય છે. જ્યારે આધુનિક દુનિયાની તમામ મોટી ઇમારતોને ગણતરીના દાયકામાં જ સમારકામની જરૂર પડે છે, અને તે કેટલીક સદીથી વધુ ટકતી પણ નથી.
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)ના વિજ્ઞાનીઓએ રોમન સામ્રાજ્ય દરમિયાન એન્જિનિયરિંગ અને તે સમયની ઇમારતોમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી અંગે રિસર્ચ કર્યું છે જેનાથી તેની મજબૂતી પાછળનું કારણ જાણવા મળ્યું છે.
વિજ્ઞાનીઓના મત અનુસાર, રોમન ઇમારતના નિર્માણકર્તાઓ પોતાની ઇમારતોમાં જવાળામુખીની રાખનો ઉપયોગ કરતા હતા. આ રાખ તેઓ ઇટાલીના પેજૌલી વિસ્તારમાંથી સમગ્ર રોમન સામ્રાજ્યમાં સપ્લાય કરતા હતા. તેની સાથે જ કેલ્શિયમ માટે ચૂનો મિક્સ કરાતો હતો. સિલિકોન તેમજ એલ્યુમિનિયમ જેવા તત્વો પણ બાંધકામ સામગ્રીમાં મિક્સ કરાતા હતા.
વિજ્ઞાનીઓએ રોમન આર્કિટેક્ટ દ્વારા નિર્મિત બીજા સૌથી મોટા શહે૨ ઇટાલીના પ્રિવેરનમમાંથી ઘણાબધા નમૂના એકત્ર કર્યા હતા. તેના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ઇમારતોમાં ચૂનાનો ઉપયોગ કરાયો છે તે સમયની સાથે વધુ મજબૂત બની છે. એમઆઇટીમાં સિવિલ એન્જિનિયરિંગના પ્રો. મોઝેકનું કહેવું છે કે રોમન સામ્રાજ્યમાં જે વસ્તુઓથી કોંક્રિટ બનાવાતું હતું તેનો આધુનિક કોંક્રિટમાં ઉપયોગ થતો નથી. રોમન સામ્રાજ્યના એન્જિનિયર કોંક્રીટને પાણી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવતા હતા. તે માટે તેઓ હાઇ-રિઝોલ્યુશન મલ્ટીસ્કેલ ઇમેજિંગ અને કેમિકલ મેપિંગ ટેક્નિકનો ઉપયોગ કરતા હતા. આ પ્રક્રિયાને સ્લેકિંગ કહે છે.