એરબસ-320ના કેપ્ટન જેપિલાએ દુબઇના સુપ્રસિદ્ધ બુર્જ અલ અરબના 27 મીટર પહોળા હેલિપેડ વિમાનનું લેન્ડીંગ કરીને સહુને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેમણે 212 ફૂટ ઊંચા આ હેલિપેડ પર કોઇ પણ જાતના લેન્ડમાર્ક વગર વિમાનનું સુરક્ષિત લેન્ડીંગ કરાવ્યું હતું. પ્લેનના ભયાનક લેન્ડીંગનું સ્ટંટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. એર રેસ વર્લ્ડ ચેલેન્જરના વિજેતા રહી ચૂકેલા કેપ્ટન જેપિલાએ પહેલી વખત આ હેલિપેડ પર પ્લેનનું લેન્ડીંગ કરાવ્યું છે. તેમનું કહેવું છે કે જમીનની સરખામણીએ 212 ફૂટની ઊંચાઇએ વિમાનને લેન્ડીંગ અનુભવ કંઇક અલગ જ હતો.