ઇજિપ્તના પહેલવાન અશરફ માહરુસે પ્રતિસ્પર્ધીના દાંત ખાટા કરી નાંખે તેવો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. તેણે દાંત વડે 279 ટનની ટ્રેનને 10 મીટર સુધી ખેંચીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત તેણે સૌથી ભારે રેલ ખેંચવાનો અને સૌથી ઝડપી 100 મીટર રોડ વ્હિકલ પુલ માટેના રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. તેની પહેલા તેમણે 30 સેકન્ડમાં 11 કાચા ઇંડા ખાવા અને 15,730 કિલોની ટ્રકને દાંતથી ખેંચવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. અશરફ કબોંગા કે જેને અશરફ માહરુસ તરીકે પણ ઓળખવામાં આવે છે તેણે કેરોના રામસેસ સ્ટેશન પરના પાટા પર લોકોમોટિવને લગભગ 10 મીટર સુધી ખેંચી હતી.