વોશિંગ્ટનઃ કોણ કહે છે કે ભારત કે બ્રિટનમાં જ પોસ્ટલ સર્વિસના ધાંધિયા છે? વોશિંગ્ટનના અમેરિકામાં રહેતી મહિલા જેસિકા મિન્સ સાથે એક વિચિત્ર અને રોચક ઘટના ઘટી છે. હકીકતમાં જેસિકાને પોતાના મેઇલ બોક્સમાં આજથી અડધી સદી પૂર્વે 1969માં મોકલવામાં આવેલું પોસ્ટકાર્ડ મળ્યું છે. આ પોસ્ટકાર્ડ ફ્રાન્સની રાજધાની પેરિસથી 15 માર્ચ 1969માં પોસ્ટ કરવામાં આવ્યું હતુ. જે 54 વર્ષની લાંબી મજલ કાપીને પોતાના નિયત સરનામે પહોંચ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ આ પોસ્ટકાર્ડ એફિલ ટાવર ફરવા માટે ગયેલા રોસ નામની એક વ્યક્તિએ લખ્યું હતું.