ચિલી: નોર્ધર્ન ચિલીમાં આવેલા અટાકામાના દુર્ગમ રણપ્રદેશમાં સમુદ્વની સપાટીથી આશરે પાંચ હજાર મીટરની ઊંચાઇએ આવેલા લાનો દ ચેજ્નાટોરની આ તસવીર છે. આ સાઇટ સૈન પેડ્રો દ અટાકામા શહેરથી આશરે ૫૦ કિમી દૂર છે. અહીં મંગલ ગ્રહ જેવું વાતાવરણ હોય છે. ખગોળીય ઘટનાઓનું વિશ્લેષણ કરવા માટે સૌથી ચોકસાઇપૂર્ણ સ્થળ માનીને ઓક્ટોબર 2013માં અહીં અનેક વેધશાળા સ્થાપિત કરાઇ હતી. લાનો દ ચેજ્નાટોરમાં એક રેડિયો દુરબીન ઇન્ટરફેટોમીટર છે, જેની સાથે 12 મીટરનો વ્યાસ ધરાવતો વિશાળકાય પેરાબોલિક એન્ટેના
જોડાયેલો છે.
માનવો માટે દુર્ગમ, એસ્ટ્રોનોમી માટે ઉત્તમ
આ પ્રદેશનું અસામાન્ય શુષ્ક વાતાવરણ માટે એટલું દુર્ગમ છે કે દિવસ દરમિયાન પણ શ્વાસ લેતી વખતે ડિહાઇડ્રેશન થઇ જાય છે. જોકે એસ્ટ્રોનોમી માટે આ સૌથી ઉત્તમ સ્થળ છે. અહીં અમાસની રાત એટલી અંધારી હોય છે કે, આકાશગંગાના પ્રકાશમાં પણ પડછાયો પડે છે.