લોસ એન્જલસઃ વિશ્વમાં હોટેલમાલિકોના સૌથી મોટા સંગઠન એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA) દ્વારા 11 એપ્રિલથી લોસ એન્જલસમાં કન્વેન્શન અને ટ્રેડ શો AAHOACON23નો શાનદાર શુભારંભ થયો છે. AAHOAના 34 વર્ષના ઈતિહાસનો આ સૌથી મોટો અને ભવ્ય ઈવેન્ટ 90 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં 520થી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે અને 890 બૂથમાં પ્રદર્શન યોજાયું છે. ચાર દિવસના આ કન્વેન્શન અને ટ્રેડ શોના ભાગરૂપે વિશ્વસ્તરીય વક્તાઓના પ્રવચન, 17 શૈક્ષણિક સત્રો, અને 4 નેટવર્કિંગ ઈવેન્ટ્સ પણ યોજાયા છે.
(વિશેષ અહેવાલ વાંચો પાન - 16)