રોમ, જોહાનિસબર્ગઃ ઈટાલીમાં યોજાએલી જી7 બેઠકમાં આફ્રિકામાં ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સંબંધિત ખાસ સેશન યોજાયું હતું જેના એજન્ડામાં પાર્ટનરશિપ ફોર ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (PGI) પ્રોગ્રામ સૌથી મહત્ત્વપૂર્ણ હતો. આ પ્રોગ્રામ હેઠળના પ્રોજેક્ટ્સમાં દક્ષિણ અને મધ્ય આફ્રિકાને સાંકળતા રેલ કોરિડોરનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં ટેલિકોમ્યુનિકેશન કેબલ્સ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ હશે.
યુએસએ અને તેના સાથી દેશો આફ્રિકામાં ચીનના વધતા જતા પ્રભાવને ખાળવા માગે છે ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ચીન દ્વારા વિકાસ પ્રયાસોનો વિકલ્પ બની શકે છે. કેનેડા, જર્મની અને ઈયુ તથા ઈટાલી અને ENI અને માઈક્રોસોફ્ટ જેવી અમેરિકી ખાનગી કંપનીઓ ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લઈ રહી છે. ઈયુ કમિશનના પ્રેસિડેન્ટે વિશેષ પ્રોગ્રામને બિરદાવી વિકલ્પ તૈયાર કરવા માગતા હોવાનું જણાવ્યું હતું.
G7ની પ્રાથમિકતા આફ્રિકા સાથે સંબંધો વિકસાવવાની છે જ્યાં અન્ય સત્તાઓ પણ લાંબા સમયથી હાજર છે. અલ્જિરિયા અને સાઉથ આફ્રિકા સહિતના આફ્રિકન નેતાઓને પણ સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.