વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાઈરસની મહામારીને પગલે બેકારી દર ખૂબ વધી ગયો છે. તેની અસર ઘટાડવા અને અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન H-1B વિઝા સહિત અનેક વિઝા સ્થગિત કરવાના વિચારમાં છે. આ વિઝા સસ્પેન્ડ થાય તો સૌથી વધુ અસર ભારતીય આઈટી પ્રોફેશનલને થશે. અહેવાલો પ્રમાણે, આ વિઝાનું સસ્પેન્શન ઓક્ટોબરથી શરૂ થતા નાણાકીય વર્ષમાં વધારી શકાય છે. આ દરમિયાન ભારત સહિતના કોઈ પણ પ્રોફેશનલ H-1B વિઝા લઈને કામ કરવા નહીં આવી શકે. જોકે, પહેલેથી આ વિઝા પર રહેતા પ્રોફેશનલ પર તેની કોઈ અસર નહીં થાય. વ્હાઈટ હાઉસના પ્રવક્તા હોગન ગિડલીએ કહ્યું કે, હજુ આ મુદ્દે અંતિમ નિર્ણય નથી લેવાયો. અમેરિકામાં વધતી બેકારીને પગલે H-1B વિઝા સસ્પેન્ડ થવાની શક્યતા છે.
સૌથી વધુ અસર ભારતીયોને થશે
• H-1Bઃ સ્કિલ્ડ પ્રોફેશનલને અપાતા વિઝા • H-2Bઃ નોનએગ્રિકલ્ચરલ કામ માટે સિઝનલ વર્કરોને અપાતા વિઝા • J-1ઃ મેડિકલ, બિઝનેસ તાલીમાર્થીને અપાતા વિઝા • L-1ઃ ગ્લોબલ કંપનીઓના કર્મચારીઓને અમેરિકા ટ્રાન્સફર વખતે અપાતા વિઝા