ટોક્યોઃ આરબ સ્પેસ મિશને સોમવારે મંગળ ગ્રહ માટે માર્સ મિશન હોપને જાપાનના અવકાશ મથકેથી લોન્ચ કર્યું છે. જોકે ખરાબ હવામાનને કારણે તેના લોન્ચિંગમાં થોડો વિલંબ થયો હતો. સંયુક્ત આરબ અમિરાતનું આ પહેલું મંગળ મિશન છે. સંયુક્ત આરબ અમિરાતનું અલ અમલ નામનું મંગળ યાન સોમવારે દક્ષિણ જાપાનના તનેગાશિમા અવકાશ મથકેથી મંગળ સફ્ર માટે લોન્ચ કરાયું હતું. રોકેટ નિર્માતા કંપની મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝે લોન્ચિંગ બાદ તરત જ એક નિવેદનમાં કહ્યું હતું કે, અમે H- II A F ૪૨ દ્વારા અમિરાતના માર્સ મિશન અલ અમલને જાપાનના સમય મુજબ સાંજે ૬.૫૮ કલાકે લોન્ચ કર્યું હતું.
અલ અમલની ગતિવિધિ
અલ અમલ મંગળના પર્યાવરણ અને તુઓનો અભ્યાસ કરશે. જોકે તેનો લાંબાગાળાનો હેતુ તો આગામી ૧૦૦ વર્ષમાં મંગળ પર માનવ વસાહત વસાવવાનો છે. એ સંજોગોમાં આગામી વર્ષમાં યુએઇ અવકાશ કાર્યક્રમમાં મંગળ કેન્દ્રમાં રહેશે.