નવી દિલ્હીઃ હિન્ડનબર્ગ રિપોર્ટનો આંચકો લાગ્યા બાદ અદાણી જૂથને મોટી સફળતા મળી છે. અદાણી જૂથે જાપાન, તાઇવાન ને હવાઈમાં ગ્રીન હાઇડ્રોજનના માર્કેટિંગ માટે સિંગાપોરની એક કંપની સાથે જોઇન્ટ વેન્ચર હાથ ધર્યું છે.
અદાણી એન્ટરપ્રાઇઝની સબસિડીયરી અદાણી ગ્લોબલ પીટીઈ લિ.એ સ્થાનિક કંપની કોવા હોલ્ડિંગ્સ એશિયા પીટીઈ સાથે હાથ મિલાવ્યા છે. જોઈન્ટ વેન્ચરમાં બંનેની 50-50 ટકા ભાગીદારી છે. અદાણી ગ્રૂપે ગ્રીન એનર્જી બિઝનેસ માટે એક અલગ પ્લેટફોર્મ અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એઆઇએનએલ) બનાવ્યું છે. કંપનીનો 10 મેટ્રિક ટન વાર્ષિક ક્ષમતા ધરાવતો ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ ગુજરાતમાં તબક્કાવાર વિકસિત કરાઇ રહ્યો છે. કંપનીની યોજના 10 વર્ષમાં ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન ક્ષમતા 30 લાખ ટન કરવાની છે. જેના માટે 50 અરબ ડોલરના રોકાણની યોજના છે.