અમદાવાદઃ ફ્રાન્સની ટોટલ એનર્જીસ એસઈ અદાણી ગ્રૂપ સાથે નવા સંયુક્ત સાહસમાં 30 કરોડ ડોલરનું રોકાણ કરશે. કંપની આ રોકાણ રિન્યૂએબલ એનર્જી પ્રોજક્ટમાં કરશે. ભારતીય કોંગ્લોમેટે એક્સ્ચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જીમાં ટોટલ અમારી સાથે 50:50 ટકા ભાગીદારીમાં નવું સંયુક્ત સાહસ રચવા 30 કરોડ ડોલરનું રોકાણ કરશે. આ રોકાણ ટોટલ તરફથી અથવા તેની સબ્સિડિયરી મારફતે કરાશે. અદાણી ગ્રીન એનર્જી 23 લિમિટેડ (AGE23L) 1050 મેગાવોટનો પોર્ટફોલિયો ધરાવતી હશે. જેમાં હાલમાં કાર્યરત ઉપરાંત પાઇપલાઇનમાં હોય તેવા પ્રોજેક્ટ્સનો સામેલ હશે. જેમાં 300 મેગાવોટ ક્ષમતા હાલ કાર્યરત છે, જ્યારે 500 મેગાવોટ પોર્ટફોલિયો બાંધકામ હેઠળ છે. જ્યારે 250 મેગાવોટ ડેવલપમેન્ટ હેઠળ છે. તે સોલાર અને વિન્ડ પાવર સાથેના હાઈબ્રિડ પ્રોજેક્ટ્સ છે.