કુઆલાલુમ્પુર: ૧૨ વર્ષ બાદ યોજાનારા અનુષ્ઠાન માટે મલેશિયાના પ્રખ્યાત હિન્દુ મંદિરની બધી ૨૭૨ સીડીઓને ચમકદાર રંગોથી સજાવાઈ છે. ‘બાતુની ગુફાઓ’માં આવેલું આ મંદિર શિવ-પાર્વતીના મોટા પુત્ર કાર્તિકેયને સમર્પિત કરાયું છે. ત્યાં આ અંગે ધરોહર વિભાગે નારાજગી વ્યક્ત કરી છે. વિભાગે કહ્યું છે કે મંદિર મેનેજમેન્ટે મંજૂરી લેવાની જરૂર હતી. આ મંદિર ભારતીય તમિલ હિન્દુઓ માટે મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. જ્યારે મલેશિયામાં ૩૨ લાખ મુસલમાન, બે લાખ ભારતીય અને અંદાજે ૭ વર્ષ ચીની સમાજના લોકો રહે છે. અહીં દર વર્ષે આયોજિત થતા થાઈપુસમ ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડ લાગે છે. ‘બાતુની ગુફાઓ’ ગૌંબેક જિલ્લાના ચૂના પર્વતો પર સ્થિત છે.