કાબૂલઃ તાલિબાનો સાથેની શાંતિમંત્રણા પર પૂર્ણવિરામ મૂક્યા પછી અફઘાન -અમેરિકી લશ્કરી કવાયતને ઝડપી બનાવીને ૧૫ અફઘાન દળોની મદદથી ૯૦ તાલિબાની આતંકીનો સફાયો કરી નાંખ્યો હોવાના સમાચાર ૧૫મીએ જાહેર થયા હતા. આ ઉપરાંત ૨૦ ત્રાસવાદીઓને આ લશ્કરી હુમલામાં ઘાયલ કર્યાના રિપોર્ટ હતાં. દેશના સામંગન પ્રાંતમાં ૧૨ આતંકવાદીઓ માર્યા ગયા છે.