કાબૂલઃ અફઘાનિસ્તાનના બદગીસ પ્રાંતની કેટલીક ચેકપોસ્ટ પરના તાલિબાની હુમલાનો બદલો લેવા માટે શરૂ થયેલા લશ્કરી અભિયાનમાં તાજેતરમાં મોટી ખુવારી થઈ હતી. બદગીસ પ્રાંતમાં સૈનિકો અને તાલિબાની આતંકીઓ વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી. જેમાં ૯૯ આતંકીઓ માર્યા ગયા હતા. અથડામણમાં ૧૨ જવાનો શહીદ થયા હતા.
અફઘાન રક્ષા મંત્રાલયે નિવેદન જારી કરીને આ અથડામણની જાણકારી આપી હતી. ૪ એપ્રિલે તાલિબાને ઘણા જિલ્લાની ચેકપોસ્ટ પર હુમલા કરીને તેને નષ્ટ કરી નાંખી હતી જે પછી સુરક્ષા દળોએ સાબદા થઈને તાલિબાનોને આંતર્યા હતા. બદગીસ પ્રાંતમાંથી આતંકીઓને ખદેડી મૂકવા જવાનોએ ઓપરેશન ચલાવ્યું હતું અને બન્ને પક્ષો વચ્ચે ભયંકર અથડામણ સર્જાઈ હતી. આતંકીઓએ સ્થાનિક લોકોના ઘરોને તેમનું મુખ્યાલય બનાવી દીધું હતું.