વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક મહત્ત્વપૂર્ણ નિવેદન કરતા કહ્યું કે, ભારત, ઈરાન, રશિયા અને તૂર્કી જેવા દેશોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈ લડવી પડશે. તેમણે કહ્યું કે અમેરિકા ૭૦૦૦ માઈલ દૂર રહીને પણ આતંકની સામે લડાઈ લડી રહ્યું છે અમેરિકા સિવાય બીજા દેશો અફઘાનિસ્તાનમાં આતંકની સામે ખૂબ ઓછો પ્રયાસ કરી રહ્યા છે. આ બધા દેશો આતંક વિરુદ્ધની લડાઈ લડવી પડશે. કારણ કે શું અમે ત્યાં બીજા ૧૯ વર્ષ રહેનાર છીએ. મને એવું લાગતું નથી તો બીજા દેશોએ પણ આગળ આવવું પડશે. ભારત અને પાકિસ્તાન પડોશી હોવા છતાં આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી.
૭૦૦૦ માઈલ દૂર રહીને પણ લડાઈ લડીએ છીએ
ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આંતકીઓ સામે ૭૦૦૦ માઈલ દૂર રહીને પણ લડાઈ લડે છે. ભારત એકદમ નજીક છે તે અફગાનિસ્તાનમાં આતંકની સામે યુદ્ધ કરતો નથી. અમે કરી રહ્યાં છીએ. પાકિસ્તાન અફઘાનિસ્તાનના દ્વારે છે. તે એકદમ નાના સ્તરે યુદ્ધ કરી રહ્યો છે. આ ઠીક નથી. એક નિશ્ચિત તબકક્કે રશિયા, અફઘાનિસ્તાન, ઈરાન તૂર્કી તેમની લડાઈ લડી રહ્યા છે અમે ખલિફા રાજને તોડી પાડ્યું હતું આ પહેલાં ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો હતો કે અફઘાનિસ્તાનમાંથી સુરક્ષા દળો હટાવવાનો અમેરિકાનો કોઈ ઈરાદો નથી. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જમ્મુ-કાશ્મીર પર મધ્યસ્થતા કરવાની ઓફર કરી છે.