યુનાઇટેડ નેશન્સ: યુનાઇટેડ નેશન્સમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનના કબજા બાદ આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને ડ્રગના વેપલામાં વધારા તરફ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું ધ્યાન આકર્ષિત કરતા અફઘાનિસ્તાનમાં થતા ઘટનાક્રમોની મધ્ય એશિયા ક્ષેત્ર પર પડનારી અસરો વિશે ચેતવણી આપી હતી. તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં થતા ઘટનાક્રમની મધ્ય એશિયા ક્ષેત્ર પર વ્યાપક અસર પડશે. ખાસ કરીને અફઘાનસ્તાનની ધરતી પરથી આંતરરાષ્ટ્રીય આતંકવાદમાં વધારા અને ડ્રગ્સની દાણચોરીમાં સંભવિત રીતે વધારો થશે. સુરક્ષા પરિષદમાં યુનાઇટેડ નેશન્સ એન્ડ કલેક્ટિવ સિક્યોરિટી ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (સીએસટીઓ) મુદ્દ પરિચર્ચામાં ભાગ લેતા ભારતીય રાજદૂતે ભારપૂર્વક કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાનમાં થઈ રહેલા ઘટનાક્રમે વિશે મધ્ય એશિયાના દેશોની ચિંતાઓને ધ્યાનમાં લેવાની જરૂર છે.