કાબૂલઃ અફધાનિસ્તાનની રાજધાની કાબૂલમાં એક પોલીસ સ્ટેશન પર તાલિબાનના એક આત્મધાતી હમલાવરે હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયાં છે.
આ હુમલામાં પંદરથી વધુ લોકો ધાયલ પણ થયા છે. આ વિસ્ફોટ પોલીસ સ્ટેશનના પ્રવેશ દ્વાર પર કરવામાં આવ્યો હતો. હુમલાના સ્થળ પર કથળી હાલતમાં મૃતદેહો પડ્યા હતા. તાલિબાન તરફથી આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જયારે શાંતિ વાર્તાને પુનઃસ્થાપિત કરવા માટેના પ્રયત્નો આ દેશમાં ચાલી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓએ હુમલાની તપાસ બાદ કહ્યું હતું કે, આ આત્મધાતી કાર હુમલો હતો, પરંતુ પછીથી ગૃહ મંત્રાલય દ્વારા કહેવાયું કે હુમલાખોરે પોલીસ સ્ટેશનની અંદર જવા માટે લોકો લાઈનમાં ઉભા હતા ત્યારે બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો.