કાબુલઃ ઉત્તર અફઘાનિસ્તાનના અગ્રણી શહેરો પર તાલિબાનોના કબજો પછી અહીં રહેતા હિન્દુ અને શીખ પરિવાર ઘરબાર છોડી જતાં રહ્યા છે. અહીં અલગ-અલગ પ્રોજેક્ટમાં તેઓ કામ કરે છે. અણધારી ઘટનાથી બચવા કેટલાક ભારતીય નાગરિક સરકારી શેલ્ટરમાં પહોચ્યા છે. ત્યાંથી ભારત સરકાર તેમને એરલિફ્ટ કરવાની કોશિશ કરી રહી છે.
દક્ષિણ અફઘાનિસ્તાનના પખ્તિયા પ્રાંતની રાજધાની ગાર્ડેજમાં ડો. જગમોહન સિંહ યુનાની પદ્વતિથી સ્થાનિક લોકોની સારવાર કરે છે. તેમણે કહ્યું કે આ સમગ્ર વિસ્તારમાં હિન્દુ અને શીખના ૨૦૦ કુંટુબ રહે છે. પરંતુ હિંસાને ડરથી ઘર છોડીને સુરક્ષિત સ્થળ તરફ જવાની નીકળી ગયા છે. મોટા ભાગના કાબુલ અને ગજની ગયા છે. કારણ કે ત્યાં હજુ પણ અફઘાનિસ્તાન સૈન્યનો કાબુ છે. હવે માત્ર મારો પરિવાર અહીં બચ્ચો છે. ગમે તે થાય અને અહીંથી ક્યાંક નહીં જઇએ.
અફઘાન સંસદમાં શીખનું પ્રતિનિધિત્વ ધરાવતાં નરિંદરસિંહનું ખાલસા રહે છે. કુંદુજ પ્રાંતમાં તાલિબાને કબજો કર્યા પછી એક ગુરુદ્વારમાં ગયા હતા. ત્યાં રહેતા શીખો સાથે વાત પણ કરી હતી. તાલિબાને તેમને નુકસાન પહોંચાડ્યું નથી છતાં પણ હાલત એવી છે કે માત્ર બિન મુસ્લિમ નહીં બલ્કી મુસ્લિમ પણ ભય હેઠળ છે. આગળ શું થશે તે કોઇને કાંઇ ખબર નથી.
એક સમયે ૨ લાખ હિન્દુ-શીખ, આજે માત્ર ૧૦૦૦
અફઘાનિસ્તાનમાં હિન્દુ-શીખનો ઇતિહાસ સેંકડો વર્ષ જૂનો છે. તાલિબાન બિનમુસ્લિમો અને શિયાઓને નિશાન બનાવે છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં કાબુલમાં એક ગુરુદ્વારામાં હુમલો કર્યો હતો જેમાં ૨૫ લોકોના મોત થયા હતા. ૧૯૮૦ના દાયકામાં ૨ લાખ હિન્દુ-શીખ અહીં રહેતા હતા. ૧૯૮૮માં તાલિબાનના ઉદય પછી તેમના પર હુમલા શરૂ થયા. તેમનું અપહરણ કરાયું હત્યા કરાઇ, ૨૦૧૬માં અહીં ૧૩૫૦ વયસ્ત લોકો બચ્ચા હતા. ઓક્ટોબર ૨૦૧૮માં ચૂંટણીમાં માત્ર ૫૮૩ હિન્દુ-શીખ મતદાર નોંધાયા હતા.