દુબઈઃ અબુ ધાબીએ હાલમાં જ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેમાં અદાલતમાં અરબી અને અંગ્રેજી બાદ હવે હિન્દી ભાષાનો પણ આધિકારિક ભાષાના રૂપમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ નિર્ણય લેવા પાછળનો હેતુ વધુમાં વધુ લોકને ન્યાય અપાવવાનો છે. આ વિશેની માહિતી આપતા ન્યાય વિભાગ દ્વારા જણાવ્યું કે, આ મામલે ન્યાય વિભાગ દ્વારા અરબી અને અંગ્રેજી સાથે હિન્દી ભાષાનો પણ અદાલતના વહીવટી કાર્યો માટે સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે અરબી અને અંગ્રેજી ન જાણનારા લોકો માટે અદાલતમાં દાવો કરવામાં સરળતા રહે.
આ મામલે સત્તાવારા આંકડા મુજબ, સંયુક્ત અરબ અમીરાતની વસ્તીનો લગભગ બે તૃતિયાંશ ભાગ વિદેશી પ્રવાસીઓનો છે. જ્યારે ભારતીય લોકોની વસ્તી ૨૬ લાખ છે, જે દેશની કુલ વસ્તીના ૩૦ ટકા છે અને આ દેશનો સૌથી મોટો પ્રવાસી વર્ગ છે.
જ્યારે આ મામલે એડીજેડીના સચિવ યુસૂફ અલ અબ્રીએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, હિન્દીને પણ અદાલતના વહીવટી કાર્યો માટે એક ભાષા તરીકે સામેલ કરવાથી ચાર્જશીટ, ફરિયાદ અને અનુરોધ કરવામાં હિન્દી ભાષી માટે સરળ સાબિત થશે અને આ પ્રયોગથી બહુભાષા લાગુ કરવા માટેનો પ્લાન ૨૦૨૧ જેમાં ન્યાયિક સેવાને આગળ વધારવી અને કેસની પ્રક્રિયામાં પારર્દશિતા લાવી છે, જેને પ્રોત્સાહન મળશે.