વોશિંગ્ટનઃ અમેરિકામાં વસવા માટે ભારતીયો માટે નવો માર્ગ ખુલે તેવા સંકેત છે. સ્કિલ્ડ પ્રોફેશનલ ભારતીયો માટે એચ કેટેગરી વીઝાનો પ્રસ્તાવ તૈયાર કરાયો છે. આ વર્ષે લગભગ 25 હજાર ભારતીયોને આ કેટેગરીમાં વીઝા જારી કરાશે. આ કેટેગરી અંતર્ગત એચ એટલે કે હાર્ટલેન્ડ સ્ટેટમાં પ્રોફેશનલ્સને કામ કરવાની તક અપાશે.
હાર્ટલેન્ડ સ્ટેટ મિશિગન, ડાકોટા જેવા રાજ્યોને કહેવાય છે, જે ન્યૂ યોર્ક, ટેક્સાસ અને ફ્લોરિડા જેવા રાજ્યોની તુલનામાં આર્થિક રીતે વધુ પછાત છે. બાઇડેન સરકારનું માનવું છે કે હાર્ટલેન્ડ સ્ટેટમાં ભારતીય પ્રોફેશનલ્સને વીઝા જારી કરવાથી અહીંના આર્થિક વિકાસમાં તેજી આવશે. આ કેટેગરીને ભારતીયોને ધ્યાનમાં રાખતા વિશેષ રીતે તૈયારી કરાઇ છે.