• 5 નવેમ્બરઃ અંદાજે 26 કરોડ મતદારો આ દિવસે રાષ્ટ્રપતિ, કોંગ્રેસ સભ્યો તેમજ અન્ય પદો માટે મતદાન કરશે. મતદાન પછીના 2-3 દિવસમાં સંભવિત પરિણામ આવશે. અર્લી વોટિંગવાળા 6.6 કરોડ મતોની પણ ગણતરી કરાશે.
• 25 નવેમ્બરઃ 17 રાજ્યોમાં પોસ્ટલ બેલેટથી મળતા મતોની ગણતરી થશે. પોસ્ટલ બેલેટથી થતું મતદાન સ્વિંગ રાજ્યોમાં મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે પરંતુ અંતિમ પરિણામ પર વધુ અસર પડતી નથી.
• 11 ડિસેમ્બરઃ તમામ 50 રાજ્યોના ગવર્નર માટે રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો પર મહોર લગાવવાનો અંતિમ દિવસ. આ જ દિવસે ગવર્નરે ઇલેક્ટોરલ કોલેજ વોટ પણ જમા કરાવવા પડશે.
• 17 ડિસેમ્બરઃ 538 ઈલેક્ટોરલ કોલેજ વોટ વોશિંગ્ટન પહોંચવાની અંતિમ તારીખ છે. પ્રમુખપદ સુરક્ષિત કરવા માટે ઉમેદવારે 270 મતોની જરૂર હોય છે.
• 06 જાન્યુઆરીઃ છઠ્ઠી જાન્યુઆરીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટનું સંયુક્ત સત્ર બોલાવાય છે. આ દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. આ પહેલાં ઈલેક્ટોરલ કોલેજના મતોની ગણતરી જરૂરી છે.
• 20 જાન્યુઆરીઃ અમેરિકાના 47મા પ્રમુખ આ જ દિવસે શપથ અને પદભાર ગ્રહણ કરશે. તેમની સાથે ઉપપ્રમુખ પણ શપથ લેશે. 248 વર્ષના જાન્યુઆરી અમેરિકન ઇતિહાસમાં અત્યાર સુધી 46 પ્રમુખે પદભાર ગ્રહણ કર્યો છે.