સિઓલ, વોશિંગ્ટનઃ કથિત હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ કરનારા નોર્થ કોરિયાએ મહાસત્તા અમેરિકા પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. દક્ષિણ કોરિયા અને અમેરિકી સૈન્ય દ્વારા સંયુક્ત રીતે ચાલી રહેલી ડ્રિલને પગલે ગુસ્સે ભરાયેલા નોર્થ કોરિયાએ આ ધમકી આપી છે.
હંમેશની જેમ આ વખતે પણ બન્ને દેશો અમેરિકા અને દક્ષિણ કોરિયાના સૈન્ય ડ્રિલે ફરી વિવાદ જગાવ્યો છે અને અમેરિકાને પગલે દક્ષિણ કોરિયાએ પણ ભોગવવું પડે તેવી સ્થિતિ પેદા થઇ છે.
દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે છેલ્લા ૫૦ વર્ષથી તકરાર ચાલે છે. ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગે તેના દુશ્મન દેશ દ. કોરિયાના પ્રમુખની હત્યા કરવાની પણ ધમકી આપી છે. તેણે કહ્યું હતું કે, દ. કોરિયાને રાખમા બદલી નાખીશું. સાથે સૈન્યને પણ ન્યૂક્લિયર હથિયારો સ્ટેન્ડબાય રાખવાના આદેશ આપ્યા છે. કિમે કહ્યું હતું કે, અમેરિકાને અમે પરમાણું હથિયારો વડે જ્વાળાઓ અને રાખમાં બદલી નાખીશું અને જો દ. કોરિયા માથું ઉચકશે તો તેને પણ ખતમ કરી નાખીશું.