વોશિંગ્ટનઃ જંગી કોલ સેન્ટર કૌભાંડમાં સંડોવણી બદલ ગુજરાતી નાગરિક અને તેના સાથી ષડયંત્રકારોને આઠ વર્ષ અને નવ મહિનાની સજા ફટકારાઈ હતી. આ લોકો અમેરિકન નાગરિકોને પોતે ટેક્સ ઓફિસરનો પરિચય આપી ખંડણી વસુલતા હતા એમ યુએસ જસ્ટિસ વિભાગે કહ્યું હતું. નવમી જાન્યુઆરીએ પોતાના ગુનાની કબુલાત કરનાર નિશિતકુમાર પટેલ (ઉં ૩૧)ને ફલોરિડા કોર્ટે બે લાખ ડોલર ચૂકવવા અને ઓકટોબર ૨૦૧૮માં જપ્ત કરેલી ૨૦૧૫ લેન્ડ રોવર કારને પણ પરત કરવા ઓર્ડર કર્યો હતો.