વોશિંગ્ટનઃ અમેરિકાના કેલિફોર્નિયામાં રવિવારે એક ફૂડ ફેસ્ટિવલમાં ખુલ્લેઆમ ગોળીબાર થતાં ચાર લોકોના મૃત્યુ થયાં હતાં અને ૧૧ને ઈજા પહોંચી હતી. પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે. દક્ષિણ ફ્રાંસમાં પણ ગોળીબારની ઘટનાએ ૩ લોકોનો ભોગ લીધો છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં બનેલી માસ શૂટિંગની ઘટના પછી પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગિલરોય અને ગાર્લિક ફેસ્ટિવલમાં ગોળીબાર થયો હતો, અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ગિલરોય અને ગાર્લિક ફેસ્ટિવલ તે અમેરિકાનો મોટો ફૂડ ફેસ્ટિવલ છે. સૈન જોસથી ૪૮ કિ.મી.ના અંતરે તેનું આયોજન થયું હતું. એક સાક્ષીએ જણાવ્યું હતું કે ૩૦ વર્ષનો એક શ્વેત યુવાન ગોળીબાર કરી રહ્યો હતો.