ન્યૂયોર્ક: અમેરિકાના પૂર્વ કાંઠા રાજ્યોમાં છેલ્લા ૩ સપ્તાહમાં ત્રાટકેલા ચોથા બરફના તોફાને હાહાકાર મચાવી દીધો હતો. ૨૨મી એ થયેલી ૧૯ ઇંચ હિમવર્ષાના કારણે ઇન્ટરસ્ટેટ ૯૫ કોરિડોર બરફમાં ઢંકાઇ ગયો હતો. બોસ્ટનમાં પાંચથી આઠ ઇંચ હિમવર્ષા થઈ હતી.
બરફના આ તોફાનના કારણે પૂર્વ અમેરિકાના રાજ્યોના ૭.૫ કરોડ લોકો અસરગ્રસ્ત બન્યાં છે. ૯૦,૦૦૦ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં કટોકટીની જાહેરાત કરાઈ હતી. ટોબી સ્નો સ્ટોર્મના કારણે ન્યૂ યોર્ક શહેર અને લોંગ આઇલેન્ડના વિસ્તારો એક ફિટ બરફની નીચે ઢંકાઇ ગયા હતા.