વોશિંગ્ટનઃ અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોઇડના મોતના વિરોધમાં દુનિયાભરમાં દેખાવ થઇ રહ્યા છે. અમેરિકાના તમામ પ્રાંત ઉપરાંત બ્રિટન, જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, જાપાન, ડેનમાર્ક, નેધરલેન્ડ, ફિનલેન્ડ અને પ્રિટોરિયામાં હજારો લોકો વિરોધ વ્યક્ત કરવા રસ્તા પર ઉતરી પડ્યા છે. અમેરિકામાં ફ્લોઇડના પરિવારજનો અને મિત્રોએ તેને અંતિમ વિદાય માટે તૈયાર થયા હતાં. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેને હ્યુસ્ટનમાં ફ્લોઇડના પરિવારને સાંત્વના અર્પી હતી. આ વિરોધ પ્રદર્શનમાં સેનેટર મિટ રોમની પણ જોડાયા હતા. કર્ફ્યૂમાં છૂટ મળ્યા બાદ ન્યૂ યોર્કમાં જોકે શાંતિકૂચ પણ યોજાઇ હતી.