દમાસ્કસઃ અમેરિકાના મિસાઇલ હુમલાથી ગુસ્સે ભરાયેલા સીરિયાના પ્રમુખ અસાદે એક નિવેદન કરી જણાવ્યું હતું કે આ રીતે મિસાઈલમારો કરવો તે અમેરિકાનું સૌથી મૂર્ખતાપૂર્ણ પગલું છે.
સીરિયાએ દાવો કર્યો હતો કે તેણે કોઈ જ કેમિકલ હુમલો પોતાના નાગરિકો પર નથી કર્યો, પણ તે આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે. બીજી તરફ એવા પણ અહેવાલો છે કે સીરિયાના એરબેઝ પર જે હુમલા થયા તેમાં રશિયાના વિમાનોનો પણ નાશ થયો છે. જેને પગલે હવે સ્થિતિ વકરી છે. અમેરિકાએ જે મિસાઈલ હુમલો કર્યો તેને વિશ્વના અન્ય દેશોએ આવકાર્યો હતો અને તેને સમર્થન આપ્યું હતું જ્યારે ઈરાન અને રશિયાએ વખોડ્યો હતો.
જર્મનીએ અનેક સીરિયન શરણાર્થીઓને આવકાર્યા છે. જોકે એક તરફ જ્યારે વિશ્વના દેશો સીરિયા પર અમેરિકાના મિસાઈલ હુમલાનું સમર્થન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ જર્મની હજુ ચુપ છે.