બેઈજિંગઃ અરુણાચલ પ્રદેશની સરહદે તિબેટમાં ચીને સોનાની ખાણમાં ખોદકામ શરૂ કર્યાના અહેવાલો પછી આખરે ચીનના વિદેશ મંત્રાલયે એ મુદ્દે સત્તાવાર નિવેદન આપ્યું છે કે, ચીન આ વિસ્તારમાં ખોદકામ કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે. અરુણાચલ પ્રદેશની નજીક તિબેટમાં ચીને સોનું-ચાંદી મેળવવા માટે ખોદકામ શરૂ કર્યું હતું. એવો અહેવાલ હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટમાં પ્રસિદ્ધ થયો હતો. જો ચીન અરુણાચલ નજીક મોટાપાયે ખોદકામ કરે તો સોનાની ખાણોમાં થયેલા ખોદકામનો ઉપયોગ પછીથી ટનલ બનાવીને ભારતની સરહદે ઘૂસણખોરી કરવામાં પણ કરી શકે છે એટલે ભારત સાથે એ મુદ્દે ઘર્ષણ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી હતી.