અલીબાબાના જેક માના ઉત્તરાધિકારી ડેનિયલ ઝેંગ

Wednesday 12th September 2018 08:24 EDT
 

બિજિંગઃ અલીબાબા ગ્રુપના ૫૪ વર્ષીય એક્ઝિક્યુટિવ ચેરમેન જેક માએ પોતાના ઉત્તરાધિકારી તરીકે ગ્રુપના સીઈઓ ડેનિયલ ઝેંગના નામની જાહેરાત કરી છે. ઝેંગ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ચેરમેન પદનો કાર્યભાર સંભાળશે. જો કે ડેનિયલ કાર્યભાર સંભાળે ત્યાં સુધી જેક મા કામ કરતા રહેશે જેથી ઝેંગ કાર્યભાર સંભાળે ત્યારે તેમને કોઈ મુશ્કેલી ન આવે. જેક મા ૨૦૨૦માં ગ્રુપની એન્યુઅલ શેરહોલ્ડર મીટિંગ સુધી બોર્ડમાં રહેશે. આ મામલે જેક માએ જણાવ્યું કે અલીબાબાની કમાન ડેનિયલ અને તેમની ટીમને સોંપવી તે યોગ્ય સમયે લેવાયેલો નિર્ણય છે કારણકે તેમની સાથે કામ કરીને મેં જાણ્યું કે તેઓ જવાબદારી લેવા માટે તૈયાર છે. સીઈઓનું પદ સંભાળ્યા પછી તેમણે શાનદાર પ્રદર્શન કર્યું.
જેક મા અલીબાબા કંપની બનાવતા પહેલા ઇંગ્લિશ ટીચર હતા. જેક માએ દોસ્તો પાસેથી ૬૦,૦૦૦ ડોલર ઉધાર લઇને ૧૯૯૯માં અલીબાબા.કોમની શરૂઆત કરી હતી. અલીબાબા ગ્રુપ હવે એશિયાની સૌથી વધુ વેલ્યુ વાળી કંપની છે. જેક મા ૩૯.૯ અબજ ડોલરની સંપત્તિ સાથે ચીનના સૌથી મોટા અને એશિયાના બીજા સૌથી મોટા અમીર વ્યક્તિ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter