અલ્જિયર્સઃ આફ્રિકી દેશ અલ્જિરિયામાં ૧૧મી એપ્રિલે સૈન્યનું એક ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં તેમાં સવાર ૨૫૭ લોકોનાં મોત થયાં હતાં. પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ સિવાય તમામ સૈનિકો જ સવાર હતા. ૧૧મીએ સવારે આ વિમાન બૌફારિક મિલિટરી એરપોર્ટ પહેલાં ક્રેશ થયું હતું. મીડિયા અહેવાલો પ્રમાણે ૧૪ એમ્બ્યુલન્સ અને ૧૦ ફાયર બ્રિગેડની ગાડીઓ દુર્ઘટનાસ્થળે હાજર થઈ ગઈ હતી. કેટલાંક ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તો સ્થાનિકો છે કે પ્લેનમાં બેઠેલાં લોકો હતાં તે અંગે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્લેનમાં સૈનિકો ઉપરાંત સેનાની ઉપયોગી વસ્તુઓ પણ હતી.