અલ્જેરિયા: અલ્જેરિયામાં ૨૦ વર્ષ દેશના પ્રમુખપદે રહેલા અબ્દેલાઝિઝ બોઉટેફિલકાના શાસન દરમિયાન વડા પ્રધાન પદે રહેલા અહમ ઓઉયાહિઆને ૧૫ વર્ષની જ્યારે અબ્દેલમલિક સેલ્લાલને ૧૨ વર્ષની કેદની સજા ફટકારાઈ છે. આ બે પૂર્વ વડા પ્રધાનો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો બાબત ચાલેલા સીમાચિહ્ન રૂપ કોર્ટ કેસમાં બંને ગુનેગાર ઠરતાં એમને જેલની સજા ફટકારાઈ છે. દેશના લોકશાહી તરફી કાર્યકરો ચુકાદાથી ઝૂમી ઉઠ્યા છે. ગેસ સમૃદ્ધ આ દેશના લોકશાહીવાદીઓ દેશની રાજકીય પદ્ધતિમાં ફેરફાર ઈચ્છે છે.
પ્રચંડ લોકવિરોધ સામે ઝૂકી જઈને એપ્રિલમાં પદત્યાગ કરનારા પ્રમુખ અબ્દેલાઝિઝ બોઉટેફિલકાના અનુગામીની શોધ માટે દેશમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે.