ટોરોન્ટોઃ આપણે કાર, બાઈક અને સાઈકલથી વિચિત્ર સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મુકનારા અનેક લોકોને જોયા છે. કેટલાક જ લોકો પોતાની પ્રતિભાનો સાચો ઉપયોગ કરતાં હોય છે. કેનેડાના આલ્બર્ટાના રહેવાસી રોબર્ટ મરેએ છૂટા હાથે 130.29 કિલોમીટર સાઈકલ ચલાવીને વિશ્વવિક્રમ બનાવ્યો છે. આ રેકોર્ડ તોડવા માટે રોબર્ટે 5 કલાક અને 37મિનિટનો સમય લીધો હતો. રોબર્ટે અલ્ઝાઈમર બીમારીના રોગીઓ માટે કામ કરતી સંસ્થા માટે ભંડોળ એકત્ર કરવા માટે આ રેકોર્ડ બનાવ્યો છે. રોબર્ટના દાદીનું નિધન અલ્ઝાઈમર બીમારીને કારણે જ થયું હતું. પોતાના દાદીને અપાર પ્રેમ કરતા રોબર્ટે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બીજા પીડિતોને મદદ કરવાનું નક્કી કર્યું હતું. સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું કે, રોબર્ટે તેના દાદીને સાચા અર્થે શ્રદ્ધાંજલિ આપી છે.