બૈજિંગઃ ચીનના હુનાન પ્રાંતમાં ત્રણ માસના એક બાળકના હાથ અને પગમાં કુલ ૩૧ આંગળીઓ છે. જોકે, ડોક્ટરોનું કહેવું છે કે બાળકને કોઈ ગંભીર બીમારી નથી. આ બાળકના માતા-પિતા ત્રણ મહિનાના માસૂમની સર્જરી માટે હવે ભંડોળ એકઠું કરી રહ્યા છે.
હોંગ ઘોંગ નામના બાળકને હાથમાં ૧૫ અને પગમાં ૧૬ આંગળીઓ છે. તેને એક પણ હાથમાં અંગુઠો નથી. હોંગ ઘોંગના માતા-પિતાએ સર્જરી માટે તૈયારી દર્શાવી છે, પરંતુ ડોક્ટરોએ કહ્યું છે કે આ સર્જરી ઘણી જટિલ છે. તેમણે કહ્યું છે કે દર એક હજારે કેસોમાં આવા બાળકો જન્મી શકે છે.